Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના બે ડિફોલ્ટર સભાસદોને જેલ સજા

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના બે ડિફોલ્ટર સભાસદોને જેલ સજા

- Advertisement -

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ જામનગરના યુવરાજસિંહ ભુરૂભા ઝાલા અને ખાન ખોટડાના ભરતભાઈ શામજીભાઈ ગલાણીએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ ચેક આપેલા અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલા જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે બંને આરોપીઓ વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી જેથી સમન્સ મળતા બંને આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયેલ હતા.

- Advertisement -

જામનગરના જજ આર.બી.ગોસાઈની કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપીઓને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે તકસીરવાન ઠરાવવામાં આવેલ હતા યુવરાજસિંહ ભુરૂભા ઝાલાને 1 (એક) વર્ષની જેલની સજા તેમજ રૂ.123906 નો દંડ કરવામાં આવેલ તેમજ ભરત શામજીભાઈ ગલાણીને 4 (ચાર)માસની સજા અને રૂ 37434 દંડ કરવામાં આવેલ હતા.આરોપીઓ વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના પોલીસ અધીક્ષકને મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ. મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular