Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ કોરોના રસિકરણ કેમ્પ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ કોરોના રસિકરણ કેમ્પ

આજે ચાલતા રસિકરણ કેમ્પની મુલાકાત લેતાં સાંસદ

- Advertisement -

સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસિકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ વોર્ડમાં આજરોજ તા. 12 તથા આવતીકાલ તા. 13 બે દિવસમાં તમામ વોર્ડને આવરી લઇ નિ:શૂલ્ક કોરોના રસી કેમ્પ યોજાશે. આજરોજ આ રસિકરણ કેમ્પનો પ્રારંભ થતાં સાંસદ પૂનમબેન માડમએ વોર્ડ નં. 2માં શાળા નં. 32/50, વોર્ડ નં. 3માં વિશ્ર્વકર્મા બાગ, વોર્ડ નં. 4માં કિલ્લોલ વિદ્યાલય, વોર્ડ નં. 5માં પંચવટી કોલેજ, વોર્ડ નં.7માં આર્યસમાજ, વોર્ડ નં. 14માં કચ્છી ભાનુશાળી વાડી, વોર્ડ નં. 16માં પ્રસંગ હોલ, વોર્ડ નં. 13માં ગુરુનાનક મંદિર ખાતે ચાલતા રસિકરણ કેમ્પની મુલાકાત લીધી હતી અને રસી મેળવતા લોકોની મુલાકાત કરી હતી.

- Advertisement -

આ તકે સાંસદ પૂનમબેન માડમની સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મેયર બીનાબેન કોઠારી, વોર્ડ નં. 2માં શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા તેમજ વોર્ડ નં. 2ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. 5ના કોર્પોરેટર કિશનભાઇ માડમ, આશિષભાઇ જોશી, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, પ્રવિણભાઇ માડમ, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, ભાવિશાબેન ધોળકીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular