Sunday, December 14, 2025
Homeરાજ્યજામનગરમોટરકાર ચાલકે બે ગાયોને હડફેટ લેતા ગાયોના મૃત્યુ

મોટરકાર ચાલકે બે ગાયોને હડફેટ લેતા ગાયોના મૃત્યુ

ત્યારબાદ ગાડીમાં પણ આગ ભભૂકી : ફાયર વિભાગની ટીમ દોડી ગઇ

જામનગરમાં લાલપુર બાયપાસ નજીક એક મોટરકારે બે ગાયોને હડફેટે લેતાં બન્ને ગાયોના મોત નિપજયા હતા. ત્યારબાદ મોટરકારમાં પણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુર બાયપાસ નજીક ગઇકાલે રાત્રિના સમયે એક મોટરકાર ચાલકે માર્ગ પર બેઠેલી બે ગાયોને હડફેટે લેતાં બન્ને ગાયોના મૃત્યુ નિપજયા હતા. તેમજ આ ઘટના બાદ કોઇ કારણોસર મોટરકારમાં પણ આગ ભભૂકી ઉઠતાં આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular