- Advertisement -
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા તથા દેવરીયા ગામ વચ્ચે ગઈકાલે રાત્રે પસાર થઈ રહેલી એક એસ.ટી. બસની આડે કેટલીક ભેંસો ઉતરી આવતા આ ભેંસોના ટોળાને બસના ચાલકને બચાવવામાં સફળતા મળી ન હતી. આથી બસ સાથે કેટલીક ભેંસો ટકરાઈ પડતા બે ભેંસના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બસમાં જઈ રહેલા મુસાફરો ડઘાઈ ગયા હતા અને કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ થયાનું પણ કહેવાય છે.
આ માર્ગ પર અન્ય એક અકસ્માતમાં વાડીનાર તથા ભરણા ગામ વચ્ચે એક બોલેરો જીપમાં કેટલાક શ્રમિકો જઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર બોલેરો પલટી ખાઈ જતા તેમાં બેઠેલા શ્રમિકોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
- Advertisement -