જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ તેના બાઈક પર જતા હતા તે દરમિયાન દિ.પ્લોટ વિસ્તારમાં બે અજાણ્યા બુકાનીધારીઓએ વૃદ્ધને આંતરીને આડેધડ માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા અયોધ્યાનગર પ્લોટ નંબર 1354 માં રહેતાં ભીમાભાઈ કારાભાઈ વસરા નામના વૃદ્ધ તેના પુત્રને જેલમાં ટિફિન દઈને તેની બાઈક પર પરત ફરતા હતાં તે દરમિયાન દિ.પ્લોટ 46 માંથી પસાર થતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે બુકાનીધારીઓએ વૃદ્ધને આંતરી લઇ લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ વૃદ્ધ સાથે હુમલો અને ઝપાઝપીમાં તેના ખીસ્સમાં રહેલી રૂા.4500 ની રોકડ રકમ પડી ગઈ હતી હુમલાના બનાવમાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનવાની જાણના આધારે પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે 25થી 30 વર્ષના બે અજાણ્યા બુકાનીધારીઓ વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.