Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરલાલપુર પંથકમાંથી 6252 દારૂની બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા

લાલપુર પંથકમાંથી 6252 દારૂની બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા

મચ્છુબેરાજા નજીક ખેતરની ઓરડીમાંથી 4824 બોટલ દારૂ મળી આવ્યો : લાલપુર પોલીસનો દરોડો: રૂા.31.25 લાખની કિંમતનો દારૂ કબ્જે : બુટલેગરની શોધખોળ : એલસીબીની ટીમે 1428 બોટલ ભરેલી બોલેરો કબ્જે કરી : બે મોબાઇલ, બોલેરો અને દારૂ મળી રૂા. 14.35 લાખનો મુદ્દામાલ કબ્જે : મંગાવનાર અને બે સપ્લાયર સહિત ત્રણના નામો ખૂલ્યા : મચ્છુબેરાજાનો ફરારી બુટલેગર એલસીબીના હાથે ઝડપાયો

- Advertisement -

નવા વર્ષની ઉજવણી માટે જામનગર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ મંગાવવામાં આવી રહ્યો છે. મચ્છુબેરાજા ગામના ખેતરની ઓરડીમાં આ ઉજવણી પૂર્વે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 4824 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી હતી. દરમિયાન એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે લાલપુર તાલુકાના ડબાસંગથી નકટા પાવરીયા જવાના માર્ગ ઉપર રેલવે ફાટક નીચે બોલેરો પીકઅપ વાહનમાં ભરેલી 1428 બોટલ ઈંગ્લીશ દારૂ બે મોબાઇલ ફોન અને બોલેરો મળી કુલ રૂા.14,35,344 ના મુદ્દામાલ સાથે એલસીબીની ટીમે બે શખ્સોને દબોચી લઇ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામમાં હાઈસ્કૂલથી પમ્પ હાઉસ જવાના રસ્ત કાળા ઢેબા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી નરેન્દ્ર ઉર્ફે નંદો બાબુલાલ રાઠોડ (રહે. હાપા સ્ટેશન વિસ્તાર) ના કબ્જાના તરની ઓરડીમાં દારૂનો મોટો જથ્થો ોવાની એએસઆઈ ડી ડી જાડેજા, જે આર જાડેજા, હેકો ટીનુભા જાડેજા અને પ્રવિણભાઈ બડિયાવદરાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એએસપી પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ, પીઆઈ કે એલ ગરચળ, પીએસઆઇ એસ પી ગોહિલ, એએસઆઈ ડી ડી જાડેજા, જે આર જાડેજા, હેકો ટીનુભા જાડેજા, પો.કો. પ્રવિણભાઈ બડિયાવદરા અને શકિતસિંહ જાડેજા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ખેતરની ઓરડીમાં તલાસી લેતા રૂા.31,25,952ની કિંમતની 4824 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા લાલપુર પોલીસે નરેન્દ્ર ઉર્ફે નંદો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો દરોડો, લાલપુર તાલુકાના ડબાસંગથી નકટા પાવરીયા રોડ પર રેલવે ફાટક નજીક દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની હરદીપભાઈ બારડ, મયુરસિંહ પરમાર તથા ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈય, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

- Advertisement -

રેઈડ દરમિયાન એલસીબીએ જીજે-10-ટીએકસ-1615 નંબરના બોલેરો પીકઅપ વાહનમાંથી તલાસી લેતા રૂા.9,25,334 ની કિંમતની 1428 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતા એલસીબીએ રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ તથા રૂા. 5 લાખની કિંમતની બોલેરો મળી કુલ રૂા.14,35,344 ની કિંમતના મુદ્દામાલ સાથે મુળ બાલાચડીનો વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતાં જયપાલસિંહ લાલુભા વાઘેલા અને મુળ મચ્છુબેરાજાનો અને હાલ હાપા એરગન સોસાયટીમાં રહેતાં નરેન્દ્ર બાબુ રાઠોડ નામના બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં દારૂનો જથ્થો રાજકોટના અસરફ દોસ્તમામદ કોચલીયા દ્વારા સપ્લાય કરાયો હોવાનું અને જામનગરના રાહુલ મેર ઉર્ફે લાંબો અને રાજકોટનો સાજીદ નામના બે શખ્સો દ્વારા દારૂ મંગાવાયો હોવાનું ખુલતા એલસીબીની ટીમે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular