જામનગર શહેરમાં પંચેશ્વરટાવર રોડ પરથી પસાર થતા બાઈકસવારને આંતરીને પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.34000 ની કિંમતની 64 બોટલ દારૂ મળી આવતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચેશ્વરટાવર રોડ પરથી દારૂના જથ્થા સાથે બાઈકસવાર પસાર થવાની હેકો શૈલેષ ઠાકરીયા અને પો.કો. હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઈ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, પો.કો. વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, રવિ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ ડોડિયા, વિરેન્દ્રસિંહ જાડેજા, વિજય કાનાણી, ઋષિરાજસિંહ જાડેજા, હિતેશ સાગઠીયા, રાકેશ ચૌહાણ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની જીજે-10-સીબી-2072 નંબરનું એકસેસ પસાર થતા પોલીસે આંતરી લીધું હતું.
પોલીસે એકસેસની તલાસી લેતા તેમાંથી રૂા.34,000 ની કિંમતની 64 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે વનરાજસિંહ રવુભા વાળા અને હરેશ ઉર્ફે હરીશ કિશોર ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી બાઈક સહિત રૂા.54000 નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.