કલ્યાણપુર નજીક ભાટીયા- ભોગાત રોડ પરથી મોટરસાયકલ પર નંબર જીજે-37-ઈ-7228 પર પસાર થઈ રહેલા કિશન નારણભાઈ આંબલીયા અને અશોક ઉર્ફે અરજણ પરબતભાઈ ગોજીયા ગામના બે શખ્સોને દોઢ બોટલ વિદેશી દારૂ તથા એક નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 23,600 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
દારૂની આ બાટલી તેઓએ ઘેલુ પરબતભાઈ ગોજીયા નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું કબુલતા કલ્યાણપુર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.