જામનગર તાલુકાના ફલ્લા ગામે રવિવારે બપોરબાદ આવેલા વરસાદથી અઢી ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. જ્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ફલ્લાના કંકાવટી ડેમમાં ઘોડાપૂર આવ્યા હતાં. અને ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે.
ફલ્લામાં રવિવારે બપોરબાદ મેઘસવારી આવી પહોંચી હતી. બે અઢી કલાક ધીમી ધારે પડેલા વરસાદથી અહીં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ફલ્લાથી ઉપરવાસના જામવણથલી પંથકના ગામોમાં થયેલા ભારે વરસાદને કારણે ફલ્લા પાસે કંકાવટી ડેમમાં ઘોડાપુર પાણીની આવક થઈ હતી. અને ખાલી ડેમ નેવુ ટકા જેટલો ભરાઈ ગયો છે. હવે જો એક ફુટ પાણી આવે તો ડેમ ઓવરફલો થઈ શકે છે. વાવણી બાદ વરસાદ થતા ફલ્લા પંથકના ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.