Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકાના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

દ્વારકાના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે જમીન ઉપર કબજો જમાવી લેતા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ અંગેનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ નવા કાયદા તળે ડઝનબંધ ફરિયાદો નોંધાઇ છે. દ્વારકા વિસ્તારમાં એક કિંમતી જગ્યા પર અધિકૃત રીતે કબ્જો જમાવી રાખવા સબબ ગત વર્ષે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે દ્વારકામાં સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં રહેતા શ્રવણ સમૈયાભાઈ કોળી નામના 55 વર્ષના પ્રૌઢ ઉપરાંત આ જ વિસ્તારમાં રહેતા કિશન ભનાભાઈ વાંજા નામના 25 વર્ષના શખ્સ સામે ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ફરિયાદ નોંધાયા બાદ ઉપરોક્ત બન્ને શખ્સો પોલીસની પકડથી દૂર બની રહ્યા હતા  લાંબા સમયથી ફરાર એવા આ બન્ને શખ્સો અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત ઉપરોક્ત બંને શખ્સોને દ્વારકાના રેતવા પાડા વિસ્તારમાંથી પોલીસે ઝડપી લીધા હતા. લેન્ડ ગ્રેબિંગના ગુનાના બંને આરોપીઓ સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular