Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયટ્વીટરે ભારતને કરી 110 કરોડ રૂપિયાની સહાય, ત્રણ સંસ્થાઓને મળશે પૈસા

ટ્વીટરે ભારતને કરી 110 કરોડ રૂપિયાની સહાય, ત્રણ સંસ્થાઓને મળશે પૈસા

- Advertisement -

દેશમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે અનેક સંસ્થાઓ તેમજ અનેક દેશો દ્રારા વિવિધ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. જેથી કોરોના સામેની લડતમાં દેશને મદદ મળી રહે. ત્યારે ટ્વીટરે ભારતને સહાય કરવા 110 કરોડ રૂપિયાની સહાયઈ જાહેરાત કરી છે. પરિણામે દેશને મોટી મદદ મળી રહેશે.

- Advertisement -

ટ્વીટર આ સહાયની રકમ ત્રણ બિનસરકારી સંસ્થાઓ CARE, Aid India  અને  Sewa International USAને આપશે. જે પૈકી CAREને 1 કરોડ અને  Aid India અને Sewa International USA ને અઢી અઢીમિલિયન ડોલર આપવામાં આવ્યા છે.

ટ્વીટર દ્રારા આપવામાં આવેલ આ સહાયનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટેના ઉપકરણો વિકસાવવામાં થશે. વેન્ટિલેટર, બેડ અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે આ રકમનો ઉપયોગ થશે. આ ઉપકરણો કોવિડ કેર સેન્ટરો, સરકારી હોસ્પિટલો અને અન્ય હોસ્પિટલોને આપવામાં આવશે. જેનાથી દર્દીઓની સારવાર ઝડપથી અને સરળતાથી થઇ શકશે. ઉપરાંત વેક્સિનેશનની પ્રક્રિયામાં પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.

- Advertisement -

સનફ્રાન્સીસકો સ્થિત એક કંપનીએ જણાવ્યું છે કે સેવા ઇન્ટરનેશનલ એક બીનલાભકારી સેવા સંગઠન છે. દાનની આ રકમ કોવિડના દર્દીઓના ઈલાજ માટે આપવામાં આવી રહી છે. સેવા ઇન્ટરનેશનલના ઉપાધ્યક્ષ સંદીપ ખડકેકરે આ અંગે ટ્વીટરના સીઈઓનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular