જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,250 ની રોકડ અને ઘોડીપસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10,600 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના રણજીત રોડ પર જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,620 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના વાઘેરવાડા દાવલશા ફળી ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન અબ્દુલરજાક જુમા ગજિયા, હસન હાજી આંબલિયા, હિતેશ રમેશ રાઠોડ, હિરેન ધીરુભા પરી, દિનેશ ચમન ડાભી નામના પાંચ શખ્સોને રૂા.11,250 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં તીનપતિનો જૂગાર રમતા મહાવીરસિંહ જોરૂભા જાડેજા, સલીમ દાઉદ પોપટપુત્રા, અજીતસિંહ બહાદુરસિંહ પરમાર, કારુભા માનસંગ જાડેજા, મુબારક અલજી સંઘારિયાત નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરના રણજીત રોડ પર પંજાબ નેશનલ બેંકના ઓટલા ઉપર જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા વિજયસિંહ રતનસિંહ ચૌહાણ અને શશી જેન્તી વસાણી નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,620 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી આરંભી હતી.


