કાલાવડ તાલુકાના માખાકરોડ ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા 10 શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.33,600 ની રોકડ રકમ અને છ મોબાઇલ તથા એક કાર મળી કુલ રૂા.2,66,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ત્રણ માળિયા વામ્બે આવાસમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલા સહિત નવ શખ્સોને પોલીસે રૂા.30,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના માખાકરોડ ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે મધ્યરાત્રિના તીનપતિનો જૂ ગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન મુકેશ ભીખા સખિયા, અશોક નાથા ઉનડકટ, ભોલા ભીખા વાગડિયા, ચેતન રાજેશ વાગડિયા, સુરેશ પાંચા ભુવા, કિશોર ચકુ લીંબાસિયા, જીતેન્દ્ર હરીભાઈ વેકરિયા, પિયુષ પ્રાણજીવન રાધનપુર, રાજેશ ગોવિંદ ઘાડિયા, જયેશ હેમંત પંડયા સહિતના 10 શખ્સોને રૂા.33,600 ની રોકડ રકમ અને રૂા.32,500 ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન તથા રૂા.2 લાખની કિંમતની ઈકો કાર સહિત કુલ રૂા.2,66,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં વામ્બે આવાસમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીટી સી પોલીસ સ્ટાફે રેઈફ દરમિયાન આમદ ઉર્ફે કાકા તૈયબ ચના, રણશી કેશુ સંધીયા અને સાત મહિલા સહિતના નવ શખ્સોને પોલીસે રૂા.30,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.