Sunday, December 22, 2024
Homeરાજ્યજામજોધપુરના સિદસરમાંથી જુગાર રમતા 12 શખ્સ ઝડપાયા

જામજોધપુરના સિદસરમાંથી જુગાર રમતા 12 શખ્સ ઝડપાયા

રૂા.60,490ની રોકડને ગંજીપના કબ્જે: જામનગરમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા 5 શખ્સ ઝબ્બે: રૂા.11,050ની રોકડ કબ્જે

- Advertisement -

જામજોધપુર તાલુકાના સિદસર ગામ નજીક ખુલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા 12 શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.60,490ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર શૌચાલય પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોની રૂા.11,050ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં આવેલા હોકળાના ખુલ્લા પટમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન કેતન કાંતિ ઘોડાસરા, કિરણ લાલજી સિણોજીયા, રવિ ઉર્ફે મદન કાંતિ ખાંટ, ભોગીલાલ ઉર્ફે ભોગીદાસ કાળા વાછાણી, હાર્દિક રમેશ કનેરિયા, ધવલ ઉર્ફે કાનો કિશોર ખાંટ, પ્રદીપ રમણીક બળોચીયા, તોફીક હુશેન મકરાણી, ઇમરાન સલીમ રાવકરડા, વિપુલ કાંતિ ઘોડાસરા, મુકેશ રૂઘનાથ મણવર, અશ્ર્વિન કાંતિ ભાયાણી નામના 12 શખ્સોને રૂા.60,490ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર ખાયફળીમાં આવેલા શૌચાલય પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા મુસ્તાક નુરમામદ જીંદાણી, યુસુફ કાસમ જીંદાણી, અકબર હારૂન ભાડેલા, ભીમજી જીવા પારિયા, ફિરોઝ ઇસ્માઇલ ઉન્નડ નામના પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.11,050ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular