ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સંસદની એક સમિતિને જણાવ્યું કે, એમેઝોન અને ગ્રોફર્સ જવી કંપનીઓ પર અમુક ચોકકસ ખાદ્ય પદાર્થના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. જેનો ઉપયોગ કરવાની અવધિ ત્રણ મહિનાથી ઓછી છે. લોકસભામાં રજૂ થયેલ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ અમલીકરણ અંગેના 2006ની જાહેર એકાઉન્ટ્સ સમિતિના અહેવાલમાં આ માહિતી મળી છે.
ઇ-કોમર્સમાં ખાદ્ય સુરક્ષાના વિનિયમનના સંબંધમાં કરવામાં આવેલા સવાલ પર એફએસએસઆઇના પ્રતિનિધિએ જણાવ્યું કે, એમેઝોન, ગ્રોફર્સ જેવી કંપનીઓ તેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરી શક્તી નથી, જેનો ઉપયોગ કરવાની અવધિ ત્રણ મહિનાથી ઓછી હોય છે. અન્યથા તેઓ તેને છેલ્લા દિવસે વેચી મારે છે અને પછી તમે તેને ખરિદો છો તો તમારી પાસે તેનો ઉપયોગ કરવા માટે એક જ દિવસ બચે છે.
એફએસએસએઆઇની સમિતિએ જણાવ્યું કે, ઇ-કોમર્સ ચલાવનારા અથવા તેના પ્લેટફોર્મ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા નથી. એટલે કે તે રસોઇઘર અથવા રેસ્ટરો છે જેઓ તેમના પ્લેટફોર્મ પર લિસ્ટમાં હોય છે. એટલે પ્રાધિકરણ ઇ-કોમર્સ ચલાવનારા સ્વીગી તથા ઝોમેટો બંન્ને પર જ નજર રાખવા માટે નિયમન લઇને આવ્યા છે. પ્રતિનિધિઓએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા અમે એમેઝોન, ગ્રોફર્સ જેવી કંપનીઓ સાથે કામ કર્યું હતું અને તેમની સાથે આખા દેશમાં 10,000 રેસ્ટરોને યાદીમાંથી બહાર નિકાળવાનું કહ્યું હતું. જે એફએસએસએઆઇથી રજીસ્ટર નથી અથવા તેમની પાસે એફએસએસએઆઇનું લાઇસન્સ નથી.