Tuesday, January 13, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયતુર્કી-સિરિયામાં ભૂકંપથી મોતનો આંકડો 34 હજારને પાર

તુર્કી-સિરિયામાં ભૂકંપથી મોતનો આંકડો 34 હજારને પાર

તુર્કી અને સિરિયામાં ભૂકંપથી ખતરનાક વિનાશ થયો છે. આ બંને દેશોમાં અત્યાર સુધી 34 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુનો આંકડો સતત વધતો જઇ રહ્યો છે. આ દરમિયાન અનેક દેશ સીરિયા બોર્ડર ઉપર રેસ્કયૂ-ઓપરેશન છોડીને પાછા ફરી રહ્યા છે. રવિવારે ઇઝરાયલે સુરક્ષાનાં કારણોનો હવાલો આપીને પોતાની ટીમ હતજાલા ગ્રુપને ઇમર્જન્સી ફ્લાઇટથી પાછી બોલાવી લીધી. આ પહેલાં જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના બચાવ દળને તુર્કીથી બોલાવી લીધા હતાં.

- Advertisement -

જોકે ઇઝરાયલ સહિત અનેક દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીને ઇનપુટ મળ્યા છે કે તુર્કીની બોર્ડર પર વિવિધ જૂથો વચ્ચે હિંસક અથડામણ થવાની છે. જેથી ત્યાં પહોંચેલાં બચાવ કર્મચારીઓના જીવને જોખમ છે. જર્મનીના બચાવ દળે પણ જણાવ્યું કે ત્યાં ગોળીબાર થઈ રહ્યો છે. ત્યાં તુર્કીના કહરામનમારસમાં રવિવારે મોડી રાતે 4.7 તીવ્રતાનો એક અન્ય ભૂકંપનો ઝટકો અનુભવ થયો છે. તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલાં ભૂકંપ પછી સતત આફ્ટરશોક આવી રહ્યા છે જેનાથી લોકો પરેશાન છે.

તુર્કીના અંતાક્યા શહેરમાં લોકો શબના ઢગલામાં પોતાના પરિવારને શોધી રહ્યા છે. અહીં એક 12 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપ દરમિયાન તેમાં લગભગ એક હજાર લોકો હાજર હતાં. 6 દિવસ પછી અહીંથી શબને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ શબની ઓળખ કરવી મુશ્કેલ છે, એટલે તેમને બોડી બેગમાં ભરવામાં આવી રહ્યા છે. પરિજન આ બેગને ખોલીને પોતાના પરિવારના લોકોને શોધી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular