Thursday, November 21, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં ટ્રમ્પ આગળ, શેરબજારમાં જશ્ન

અમેરિકામાં ટ્રમ્પ આગળ, શેરબજારમાં જશ્ન

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચુંટણી પર સમગ્ર વિશ્વની નજર : ટ્રમ્પની જીતના સંકેત વચ્ચે સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો : ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ભારતને શું ફાયદો ??

- Advertisement -

અમેરિકાના 47મા પ્રમુખ તરીકે જો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવશે તો ભારતને વિવિધ લાભ થાય તેમ છે.  પ્રથમ તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અંગત સ્તરે ગાઢ સંબંધો હોવાથી તેનો ફાયદો ભારતને મળે તેમ છે. ટ્રમ્પ જેમ અમેરિકા ફર્સ્ટમાં માને છે તેમ મોદી પણ ઇન્ડિયા ફર્સ્ટમાં માને છે. ટ્રમ્પ ચૂંટાઇ આવે તો ભારતના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રમાં યુએસનો સહકાર વધશે. ટ્રમ્પ ચીન સામે ભારતને અનુકૂળ આવે તેવી નીતિઓ ધરાવે છે જેથી ક્વાડ મજબૂત બને તો તેમાં પણ ભારતને ફાયદો થાય તેમ છે.

- Advertisement -

ટ્રમ્પની જીતના સંકેત વચ્ચેજ ભારતીય બજારોમાં ઉછાળો આવ્યા બાદ ભારતીય બજાર અને એક્સપર્ટસની નજર ટ્રમ્પની વિનીગ સ્પીચ પર છે. તેમાં ટ્રમ્પ ભારત માટે શું કહે છે અને પોલીસીઓ વિષે શું કહેશે તે મહત્વનું હોવાનું એક્સપર્ટસ મહત્વનું માની રહ્યા છે. અને જો તેઓ ભારત માટે પોઝીટીવ વાત કરે છે તો ભારતીય બજારો હજુ ઉછળશે તેવું પણ શેરબજારના જાણકારોનું માનવું છે.

ટ્રમ્પની જીતના સંકેત વચ્ચે સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો : અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના અંતે આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં પણ ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

- Advertisement -

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન-કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આવી સ્થિતિમાં શું પરિણામ આવશે તે જોવું રસપ્રદ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ત્યારે કમલા હેરિસે જોરદાર કમબેક કર્યા બાદ હવે ટ્રમ્પે ફરી મોટી છલાંગ લગાવતાં 246 ઇલેક્ટોરલ કોલેજમાં લીડ મેળવીને બધાને ચોંકાવી દીધા છે. જ્યારે કમલા હેરિસ 210 પર જ અટકી ગયા છે. બહુમતી માટે 270 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ જરૂરી છે.

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હવે રસપ્રદ બનતી જઈ રહી છે. 538 ઈલેક્ટોરલ કોલેજની વોટિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં 230 પર લીડ મેળવી રહ્યા છે ત્યારે કમલા હેરિસે શાનદાર પરફોર્મ કરતાં તે પણ હવે 210 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ મેળવતાં ટ્રમ્પ સામે પડકાર બની ગયા છે.

અમેરિકામાં મંગળવારે ઈલેક્શન ડે પર મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આજના દિવસમાં અંદાજે આઠ કરોડ અમેરિકનો મતદાન કરશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે જ્યારે વહેલા મતદાનનો લાભ ઉઠાવતા અંદાજે આઠ કરોડ મતદારોએ મતદાન કરી દીધું છે. અમેરિકાના બંધારણ પ્રમાણે 538 ઇલેકટોરલ વોટમાંથી કોઈ પણ ઉમેદવારને વિજય માટે 270 ઇલેકટોરલ વોટની જરૂર હોય છે. અમેરિકાના ઈતિહાસમાં હજુ સુધી કોઈ મહિલા પ્રમુખ બની શકી નથી ત્યારે કમલા હેરીસ પાસે અમેરિકાના પહેલાં મહિલા પ્રમુખ બની ઈતિહાસ રચવાની તક છે. બીજીબાજુ વર્ષ 2016ના ઈતિહાસનું પુનરાવર્તન થવાની પણ સંભાવના છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રબળ દાવેદાર હિલેરી ક્લિન્ટનને હરાવીને પ્રમુખ બન્યા હતા. વર્ષ 2016ની જેમ આ વખતે કમલા હેરીસ પ્રબળ દાવેદાર છે.

જોકે, અમેરિકામાં આ વખતે ટ્રમ્પ કે કમલા હેરિસના ચૂંટણી વિજયનો આધાર સાત સ્વિંગ સ્ટેટ પર છે. આ સ્વિંગ સ્ટેટમાં જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને મિશિગન મહત્વના છે. પેન્સિલવેનિયાના 19 વોટ છે, જે સાતેય સ્વિંગ સ્ટેટમાં સૌથી વધુ છે. અમેરિકામાં મતદાન શરૂ થતાં જ ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે ટ્વીટ કરીને લખ્યું કે, આજે ઈલેક્શન ડે છે. આજે આપણે એટલા માટે મતદાન કરીએ છીએ, કારણ કે આપણે પોતાના દેશને પ્રેમ કરીએ છીએ અને અમેરિકાના વચનમાં વિશ્વાસ રાખીએ છીએ.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular