જામનગરના ફલ્લા ગામે પૈસાની લેતી દેતી બાબતેનું મનદુ:ખ ચાલતું હોય ત્રણ શખ્સો દ્વારા ટ્રક ચાલકને રોકી માર મારી ટ્રક લઇ નાશી ગયા હતાં. આ અંગેની ફરિયાદના આધારે પંચકોશી એ ડીવીઝન દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મહેન્દ્રસીંગ તથા આરોપી ખેતસીંગ વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે મનદુ:ખ ચાલતું હોય આરોપી ખેતસીંગએ જીજે-27-બીએલ-9838 નંબરની મોટરકારમાં ત્રણ શખ્સોને મોકલી આ ત્રણ શખ્સો દ્વારા ફરિયાદી દેવારામ મુન્નારામ દેવાસીના ટ્રકને ફલ્લા નજીક રોકવાની કોશિશ કરી ફરિયાદનો ટ્રક આગળ મોટરકાર ઉભી રાખી ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા લઇ ફરિયાદી તથા મહેન્દ્રસીંગ તરફ આવતા મહેન્દ્રસીંગ ટ્રકમાંથી નીચે ઉતરી પુલ કુદી ભાગવા જતા મહેન્દ્રસીંગને માથાના તથા પગના ભાગે ઈજા પહોંચી હતી. તેમજ ફરિયાદી દેવારામ ટ્રકમાંથી નીચે ઉતરી ટ્રક મૂકી ભાગવા જતાં ડિવાઈડર સાથે અથડાતા જમણા પગના ભાગે ઈજા પહોંચી હતી. આ દરમિયાન આરોપી ખેતસીંગ તથા અન્ય ત્રણ શખ્સો દ્વારા આરજે-19-જીડી-7495 નંબરનો રૂિ5યા 7 લાખનો ટ્રકની લૂંટ કરી નાશી ગયા હતાં. આ અંગે દેવારામની ફરિયાદને આધારે પંચકોશી એ ડીવીઝનના પીએસઆઇ જે.પી. સોઢા દ્વારા ખેતસીંગ સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.