Saturday, March 28, 2026
Homeરાજ્યહાલારસિક્કામાં ટ્રકએ બાઇકચાલકને ઠોકરે ચઢાવ્યો

સિક્કામાં ટ્રકએ બાઇકચાલકને ઠોકરે ચઢાવ્યો

જામનગર તાલુકાના સિકકા ગામમાં મેઇન રોડ પરથી પસાર થતાં બાઇક ચાલકને પુરપાટ આવી રહેલા ટ્રકએ ઠોકર મારી હડફેટ લેતા યુવાનને ઇજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી પંચવટી સોસાયટી સામેની સર્વોદય સોસાયટીમાં રહેતાં જીકરભાઇ અલીભાઇ હુંદડા (ઉ.વ. 44) નામના યુુવાનના શેઠને ઇકો કારની જરૂરિયાત હોય જેથી જીકર ગત્ તા. 15ના રાત્રિના સમયે તેના જીજે10 ડીએસ 0429 નંબરના બાઇક પર ઇકો કાર શોધવા જતો હતો. સિક્કા ગામમાં મેઇન રોડ પરથી પસાર થતાં સમયે પુરપાટ આવી રહેલા જીજે12 બીએક્સ 6755 નંબરના ટ્રકચાલકે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં જીકરભાઇને પછાડી દેતાં પગમાં તથા શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકી નાશી ગયો હતો. અકસ્માત અંગે હે.કો. એમ. પી. સિંધવ તથા સ્ટાફએ ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular