જામનગર તાલુકાના જામનગર નજીક આવેલી ઠેબા ચોકડી પાસે સપ્તાહ પૂર્વે બપોરના સમયે આગળ જતાં ટ્રકએ અચાનક બ્રેક મારતાં પાછળથી સિમેન્ટ ભરી આવી રહેલા ટ્રક આગળના ટ્રક સાથે અથડાતાં સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવી વિગત મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જુની માંડરડી ગામમાં રહેતાં નાથાભાઇ કાનાભાઇ બાબરિયા (ઉ.વ.44) નામના યુવાન તેના જીજે39 ટીબી 0074 નંબરના ટ્રકમાં કોવાયા રાજુલાથી સિમેન્ટ ભરી રિલાયન્સ જતા હતા. ઠેબા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે આગળ જતાં જીજે37 ટી 3116 નંબરના ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી સિમેન્ટ ભરી આવી રહેલો ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માતમાં ટ્રકચાલક નાથાભાઇ બાબરિયાને પેટમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


