જામનગર શહેરમાં વોર્ડ નં. 4 માં આવેલ પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર વોર્ડની રાશનની દુકાન માં લોકોને રાશનનું પુરતું અનાજ મળતું ના હોય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. અવારનવાર કોઈ ને કોઈ બહાના કાઢી રાશન કાર્ડ ધારકોને રાશન ન આપી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોય લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
જામનગરના વોર્ડ નં 4 માં ખડખડ નગર નવાગામ ઘેડમાં આવેલ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારની દુકાનમાં રાશનકાર્ડ ધારકોને રાશન મળી રહ્યું નથી. દુકાન ધારક દ્વારા વરસાદ માં માલ પલળી ગયો અને આ મહીને માલ આવ્યો જ નથી કહીને રાશન કાર્ડ ધારકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. ખાંડ, દાળ સહિતની રાશનની સામગ્રી નો જથ્થો ના આવ્યો હોવાનું જણાવીને કાર્ડ ધારકોને માલ પૂરો પાડવામાં આવતો નથી અને ફરજીયાત પણે દાળ વેચાતી લેવા જણાવી રહ્યા હોવાનું કાર્ડ ધારકો જણાવી રહ્યા છે. કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પણ આ અંગે રજૂઆત કરવા પહોચિયા હતા.