Wednesday, January 7, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ

સમસ્ત લેઉવા પટેલ સમાજ જામનગર દ્વારા રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે જ્ઞાતિ એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમાન એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનના આ ‘ત્રિવેણી સંગમ’માં અંદાજે 52,000 જેટલા જ્ઞાતિજનોએ ઉમટી લેઉવા પટેલ સમાજ અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો.

- Advertisement -

કાર્યક્રમની વિગતો આપતા સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા એ જણાવ્યું હતું કે, ગત તારીખ 03-01-2026ના રોજ ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ જામનગરની વિશ્વ વિખ્યાત ‘પટેલ યુવક ગરબી મંડળ’ દ્વારા રજૂ કરવામાં આવેલા અદભૂત મશાલ રાસ રહ્યો હતો.

તા. 04-01-2026 ના રોજ યોજાયેલ મુખ્ય સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા,પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા,દિવ્યેશભાઈ અકબરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.લેઉવા પટેલ સમાજ દ્વારા આ નવનિયુક્ત મંત્રીઓનું જામનગરની ધરા પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દિવ્યેશભાઈ અકબરી તેમજ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ રમેશભાઈ મુંગરા, સહિતના સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, “અન્ન ભેગા એના મન ભેગાના ભાવ સાથે પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહ્યો છે. આ સંગઠિત શક્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરશે.

- Advertisement -

સમાજની ઉન્નતિ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું આ તકે મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.આ માતબર ફાળો આગામી સમયમાં સમાજ ભવનો અને સામાજિક સુવિધાઓના નિર્માણ માટે કરવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત 52,000 જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, હોદ્દેદારો અને સેંકડો સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના રમણીકભાઈ અકબરી, જીઆઇડીસી ફેસ-2,3ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેકટરી ઓનર્સ પ્રમુખ રામજીભાઈ ગઢીયા,લેઉવા પટેલ સમાજના મંત્રી અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી સહિત સામાજિક ને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular