લાલપુર બાયપાસથી કાલાવડ તરફ જતા માર્ગ પર આવેલા મોરકંડાના પાટીયા નજીક ગત રાત્રિના સમયે માલવાહન ગાડીએ એકટીવા અને કાર સાથે અથડાતા ત્રીપલ અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક બુધવારની રાત્રિના સમયે લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ તરફ જવાના માર્ગ પર મોરકંડાના પાટીયા નજીકથી પસાર થતા માલવાહન ગાડીએ એકટીવા તેમજ કાર સાથે અથડાતા ત્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એકટીવા અને માલવાહક વાહન ડીવાઈડર ઉપર ચડી ગયા હતાં. જેમાં માલવાહકના ચાલક અને એકટીવાના ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલે અને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.