આજે 26 ડિસેમ્બરના રોજ ભારતના શહીદ શિખ ગુરૂ ગોવિંદસિંઘના બે નાના પુત્રો સાહીબજાદા જોરાવરસિંહ અને સાહીબજાદા ફતેહસિંહના અધારણ શૌર્ય અને બલિદાનને યાદ કરી ઉજવવામાં આવે છે. આ સાહબજાદાઓએ આર્થિક અને સામાજિક દબાણો સામે જજુમતા તેમના ધર્મ અને આદર્શો માટે પોતાનું જીવન કુરબાન કર્યુ હતું. 1705 માં મોગલશાસક વજીરખાને પરંપરા તોડવા માટે ધર્માંતરણની દરખાસ્ત કરી હતી. પરંતુ, સાહીબજાદાઓએ મકમતા સાથે તેમના ધર્મમાં જ રહેવાનું પસંદ કરતા તેમણે દિવાલમાં જીવતા કંડારીને શહીદ કરવામાં આવ્યા હતાં. આજે 26 ડિસેમ્બરના દિવસે આ દિવસને વિર બાલ દિવસ તરીકે મનાવાઈ છે. આજે જામનગર શહેરના ગુરૂદ્વારામાં વિર બાલ દિવસે સાહેબજાદાઓની યાદમાં તેમની ગાથા ચિત્રોમાં વર્ણન કરવામાં આવી હતી. અને આ બલિદાનમાં શહીદ થયેલા સાહેબજાદાઓને શ્રધ્ધાંજલિ સાથે સત સત નમન કરવામાં આવ્યા હતાં. આ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર શહેર ભાજપા અધયક્ષ ડ. વિમલ કગથરા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મેરામણભાઈ ભાટુ, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ કોટક, એચડીએફસી બેંકના નિરજભાઈ દત્તાણી, હિતુલભાઈ કારીયા ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુરૂદ્વારા પ્રમુખ હરપાલસિંઘ, કમિટી મેમ્બર કુલમીતસિંઘ મલ્લી, રમેશ લાલવાણી, વિકાસ લાંબા, તરનજીતસિંઘ ચંડોક, હરદિપસિંઘ ભોગલ, અમરજીતસિંઘ આલુવાલિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.


