14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તા. 14 એપ્રિલ 1944ના રોજ એક માલવાહક જહાજમાં આગ ફાટી નિકળી હતી. આગના સમાચાર મળતાની સાથે મુંબઇ ફાયર સર્વિસના અધિકારીઓ અને ફાયર જવાનો સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યાં હતાં.
આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રીના કારણે 66 ફાયરમેનોએ જીવ ગુમાવ્યો હતો. આ 66 સૈનિકો શહિદ થતાં 14 એપ્રિલના રોજ તેમના સાહસ અને બહાદુરીની યાદમાં નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇ, જામ્યુકો કમિશનર વિજય ખરાડી, ડે. કમિશનર એ.કે. વસ્તાણી, મેયર બીનાબેન કોઠારી, પૂર્વમંત્રી ધારાસભ્ય આર.સી. ફળદુ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ડે. મેયર તપનભાઇ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, કેશુભાઇ માડમ, કિશનભાઇ માડમ, ક્રિષ્નાબેન સોઢા, હર્ષાબા જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, જિલ્લા ભાજપના ડો. વિનુભાઇ ભંડેરી, નિષાબેન પરમાર સહિતના જામ્યુકોના અધિકારીઓ તથા ભાજપના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ ફાયરના જવાનો પણ ઉપસ્થિત રહી શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તા. 14 થી 20 એપ્રિલ સુધી ફાયર અને ઇમરજન્સી સેવા દ્વારા ફાયર સર્વિસ વિકની ઉજવણી કરવામાં આવશે.