વિશ્વ વિખ્યાત બાલા હનુમાન સંકિર્તન મંદિર જામનગરના પ્રમુખ ડો. કિશોરભાઇ દવેનું તા. 20 માર્ચના રોજ અવસાન થયું હતું. તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે તા. 26 માર્ચના રોજ બાલા હનુમાન મંદિર, જામનગર ખાતે સાંજે 6 થી 6:45 દરમિયાન પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પ.પુ. ચત્રભુજદાસ સ્વામી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને ગોવા શીપ યાર્ડ લી. ના સ્વતંત્ર ડાયરેકટર હસમુખભાઈ હિન્ડોચા, પવનહંસ લિમિટેડના સ્વતંત્ર ડિરેકટર અમીબેન પરીખ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.