અમર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાન દિવસ 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર કોંગ્રેસ દ્વારા શહિદ ભગતસિંહના સ્મારક ખાતે શહિદોને ફૂલ હાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, 28 સપ્ટેમ્બર 1907 ના રોજ ભગતસિંહનો જન્મ થયો હતો અને તે નાનપણથી ક્રાંતિકારી હતા. અને નાનપણમાં તેવોએ અંગ્રેજો સામે અનેક આંદોલનો કર્યા હતા. દેશની આઝાદી માટે 23 માર્ચ 1931 ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ હસતા હસતા ફાંસીની સજા સ્વીકારી હતી. આજે પણ યુવાનોને શહિદ ભગતસિંહના પ્રેરણા પૂરી પાડે છે. અને ભગતસિંહ ના ક્રાંતિકારી વિચારો જોવા મળે છે.