આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેથી લઈને મોદી સરકારના તમામ મંત્રીઓ દિલ્હીમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ ’સદૈવ અટલ’ પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
વર્ષ 2018માં આ દિવસે અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું. પૂર્વ પીએમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર શ્રદ્ધાંજલિ આપી રહી છે. પીએમ મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી હતી.