14 ફેબ્રુઆરી 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામા ક્ષેત્રમાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જેટલા જવાનો શહિદ થયા હતાં. ત્યારે ગઇકાલે જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પુલવામાના શહિદોને મિણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
જામનગરમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાત-જામનગરની ટીમ દ્વારા ડીકેવી સર્કલ ખાતે મિણબત્તી પ્રગટાવી શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. જેમાં બ્રહ્મદેવ સમાજના શહેર પ્રમુખ કેતનભાઇ ભટ્ટ, કોર્પોરેટરો સુભાષભાઇ જોશી, ડિમ્પલબેન રાવલ સહિતના બ્રહ્મસમાજના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.