Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર એરફોર્સમાં ટ્રાઇ-સર્વિસ એવિએશન મેન્ટેનન્સ કોન્ફરન્સ યોજાઈ

જામનગર એરફોર્સમાં ટ્રાઇ-સર્વિસ એવિએશન મેન્ટેનન્સ કોન્ફરન્સ યોજાઈ

- Advertisement -

એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે ચેતક/ચીતા/ચીતલ કાફલા માટે તા.29 જુલાયના વાર્ષિક ટ્રાઇ-સર્વિસ એવિએશન મેન્ટેનન્સ કોન્ફરન્સ (ATAMC) – 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. એર વાઇસ માર્શલ એન નૈનવાલ, વિશિષ્ઠ સેવા મેડલ, સિનિયર મેન્ટેનન્સ સ્ટાફ ઓફિસર (SMSO), સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની અધ્ક્ષતામાં ATAMCનું આયોજન થયું હતું. ત્રણેય સેવાઓના ઓપરેટરો અને જાળવણી કર્મચારીઓ ઉપરાંત, આ કોન્ફરન્સમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, BSF અને HALના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

- Advertisement -

 

કોન્ફરન્સે ચેતક/ચીતાહ/ચીતલ કાફલાના ઓપરેટરો માટે વિવિધ ભૂપ્રદેશ અને ભૂમિકાઓમાં કાર્યરત એકમો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ જાળવણી મુદ્દાઓની ચર્ચા કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. કોન્ફરન્સે આ હેલિકોપ્ટર કાફલાના કાર્યક્ષમ નિર્વાહને સક્ષમ કરવા માટે આંતર-સેવા સહકાર, આંતર-કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ પ્રથાઓના વિનિમયને વધારવા માટે સેવા આપી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular