તમે અત્યાર સુધીમાં ઘણા એવા વૃક્ષો જોયા હશે, જેમની ઉંમર ઘણી લાંબી છે અને તેમની ઘણી વિશેષતાઓ પણ છે. પરંતુ ક્યારેક કોઈ વૃક્ષને જોઈને તેનું નામ કે તેની વિશેષતા જાણવા માટે ઘણું રીસર્ચ કરવું પડતું હોય છે. આ મહેનત ઘટાડવા માટે, NDMC નવી દિલ્હી પાલિકા પરિષદે વૃક્ષો પર આવો QR કોડ લગાવવાનું શરૂ કર્યું છે.
જેના લીધે તમારે કોઈપણ વૃક્ષ વિશે માહિતી મેળવવા વિશે વિચારવું પડશે નહીં. તમે માત્ર QR કોડ સ્કેન કરીને તે વૃક્ષને લગતી તમામ માહિતી મેળવી શકશો. તે વૃક્ષો હવે તમને તેમની પોતાની માહિતી પણ આપશે. NDMC લગભગ 4 હજાર વૃક્ષો પર QR કોડ લગાવી રહી છે. થાય છે.QR કોડ સ્કેન કરતાંની સાથે જ તમે તે વૃક્ષની ઉંમર, તેનું વૈજ્ઞાનિક નામ, તે ઝાડ પર કેવા ફૂલો ખીલે છે, તેના ફૂલનો રંગ કેવો છે, તે તમામ માહિતી મળી રહેશે.
આ ઉપરાંત મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની શાહપુરા ટેકરી પર પણ વૃક્ષો પર QR કોડ લગાવવામાં આવશે. જેને મોબાઈલથી સ્કેન કરીને તે વૃક્ષ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાશે. આ વિસ્તારમાં છોડની 201 પ્રજાતિઓ અને 80 પ્રજાતિઓના જીવ જંતુઓનું અવલોકન કર્યા બાદ જીયોટેગ ચિત્રો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ વિસ્તારના અભ્યાસમાં 9 એવા છોડ મળી આવ્યા જે ભોપાલમાં દુર્લભ છે. જેમાં રામફલ, અચાર દહીમન, સોગપાથા, બિજાસાલ, ભિલવા વગેરેનો સમાવેશ