Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : વરૂણ દેવને રીઝવવા જામનગરની વેપારી સંસ્થા દ્વારા ભંડારો

Video : વરૂણ દેવને રીઝવવા જામનગરની વેપારી સંસ્થા દ્વારા ભંડારો

- Advertisement -

જામનગરમાં વરૂણદેવને રીઝવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારાનાં પ્રસાદ માટે બુંદીના 3000 નંગ લાડુ બનાવી રવિવારે વિતરણ કરવામાં આવશે.

- Advertisement -

વરૂણદેવને રીઝવવા માટે શહેરની વેપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગે્રઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા વર્ષોની પ્રણાલિકા મુજબ અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે પણ સંસ્થા દ્વારા જુદી-જુદી ગૌશાળામાં ગાયો માટે ઘઉંના લોટના લાડુ બનાવી વિતરણ કરવામાં આવશે. તેમાં 700 કિલો ઘઉંનો લોટ, 600 કિલો દેશી ગોળ અને 150 કિલો તેલ દ્વારા આશરે 7500 નંગ ઘઉંના લાડુ તેમજ ગે્રઈનમાર્કેટના શ્રમિક ભાઈઓ માટે બુંદીના 3000 નંગ લાડુ બનાવીને આવતીકાલે તા.3 ના રવિવારના રોજ વિતરણ કરવામાં આવશે. આ ભંડારાને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ પરેશ મહેતા, માનદમંત્રી લહેરીભાઈ રાયઠઠ્ઠા, કારોબારી સભ્ય અરવિંદ મહેતા, રિષી પાબારી, વિશાલ મહેતા, દેવેન્દ્ર પાબારી તથા વેપારી મનોજ અમલાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -

ગાયો માટે બનાવાયેલા ઘઉંના લાડુની ઢીચડા અને ધોરીવાવ આણદાબાવાની સંસ્થા, નાગનામાં વચ્છરાજ ગૌશાળા, વિકટોરિયા પુલ પાસે મોટી હવેલી, જામનગરની મોટી હવેલી, હાપા શ્રી જલારામ મંદિર, સમર્પણ હોસ્પિટલ રોડ પર કબીર આશ્રમ, પ્રણામી મંદિરની ગૌશાળા, લીમડાલાઈનના પાંજરાપોર, કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર તેમજ ખોડિયાર કોલોની ગૌશાળા, દરેડ ગૌશાળામાં રહેલી ગાયો અને શહેરના માર્ગો પર રહેતી ગાયોને ઘઉંના લાડુનું વિતરણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular