રવિવારના રોજ મુંબઈથી પશ્ચિમબંગાળના દુર્ગાપુર જઇ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ લેન્ડીંગ પહેલા તોફાનમાં ફસાઈ હતી. વિમાનની અંદરનો પણ એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં તમામ સમાન વેરવિખેર થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનામાં 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
એક યાત્રીએ જણાવ્યું હતું કે પ્લેન લેન્ડીગ કરતા સમયે જોરદાર ત્રણ ઝટકાનો અનુભવ થયો હતો. અને કારમાં બેઠા હોય ને જે ઝટકો આવે તેના કરતાં પર વધુ ગંભીર હતા. સ્પાઈસજેટના પ્રવક્તાએ આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તોને તમામ મદદ પૂરી પડવાની કોશીસ કરવામાં આવી રહી છે.
#India #Mumbai #SpiceJet #flight #VideoNews #khabargujarat
રવિવારના રોજ મુંબઈથી પશ્ચિમબંગાળના દુર્ગાપુર જઇ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ લેન્ડીંગ પહેલા તોફાનમાં ફસાઈ
40 લોકો ઈજાગ્રસ્ત pic.twitter.com/LpgztIvxqG
— Khabar Gujarat (@khabargujarat) May 2, 2022
DCGA એ કહ્યું કે તેઓ ઘટનાની તપાસ માટે ટીમો નિયુક્ત કરી રહ્યા છે. એચ.એન. મિશ્રા તેની તપાસ કરશે. ઘાયલોના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.