જામનગર તાલુકાના બેડમાં રહેતા એક ટ્રાન્સપોર્ટરને ચેક રીટર્ન અંગેના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવી બે વર્ષની જેલ સજા, તેમ જ ચેક મુજબની બમણી રકમ નોં દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત એવી છે કે જામનગર જિલ્લાના બેડમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સબીરભાઈ ઓસમાણભાઈએ પોતાના જી.જે.-10 ડબલ્યુ 6212 નંબરના ટ્રક પર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની માંથી ધિરાણ મેળવેલું હતું, અને તેની બાકી રકમ પૈકી 3,25,000 ના ચેક આપ્યા હતા.
જે ચેક બેંકમાંથી નાણાંના અભાવે પાછા ફર્યા હતા, જેથી ફાઇનાન્સ કંપની દ્વારા પોતાના વકીલ અશોકભાઈ ગાંધી મારફતે જામનગર ની અદાલતના ચેક રીટર્ન અંગે નો કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતા અદાલતે ટ્રાન્સપોર્ટર શબીરભાઈને તકસીરવાન ઠરાવી બે વર્ષની જેલની સજા ફટકારી છે,જયારે ચેક ની રકમનો બમણો દંડ ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અશોકભાઈ ગાંધી રોકાયા હતા.