રાજકોટના ચકચારી તોડકાંડમાં આખરે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. તેમને જૂનાગઢ એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા જેની સામે ભ્રષ્ટાચારના આરોપ મુકવામાં આવ્યા હતા તે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ગઇકાલે મોડી સાંજે બદલી કરવાના હુકમ થયા છે. વિગત અનુસાર ધારાસભ્યએ રાજકોટ પોલીસ અને કમિશ્નર જમીન ખાલી કરવા માટે કટકી કરે છે, આરોપીઓ સાથે સાંઠગાંઠ કરે છે અને કમીશન મેળવે છે એવો આરોપ મૂક્યો હતો. પટેલે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લેખિત ફરિયાદ કરી હતી. આ આક્ષેપ અંગે રાજ્ય સરકારે એક તપાસ સમિતિ પણ નીમી હતી. અગાઉ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ ઇન્સ્પેકટરની પણ બદલી કરવામાં આવી હતી. મનોજ અગ્રવાલને હવે જૂનાગઢ ખાતે SRP ટ્રેનિંગ સેન્ટરના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.