જામનગર સહીત રાજ્યના સિવિલ જજની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની જજની બદલીઓના પણ ઓર્ડર થયા છે.
જામનગરના સાતમાં એડીશનલ સીનીયર જજ અને એડીશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ વિશાલ જગદીશકુમાર ગઢવીની ફુલટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ જામનગરના 12માં એડીશનલ સીનીયર સીવીલ જજ અને એડીશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ મેહુલ રાજેન્દ્રકુમાર પટેલની અમદાવાદ (રૂરલ) ના ફુલટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી તરીકે બદલી કરાઇ છે. દેવભુમિ દ્વારકાના એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ કેયુર કિરીટભાઈ પટેલની ફુલટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રીકટ લિગલ સર્વિસ ઓથોરિટી ગોધરા પંચમહાલ જિલ્લા ખાતે બદલી કરાઈ છે.
ડિસા, બનાસકાંઠા, જિલ્લાના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ જગદીશ શંકરભાઈ પ્રજાપતિને દ્વારકા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ તરીકે મુકાયા છે.
વડોદરાના 12મા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ભાષ્કરકુમાર રામેશ્ર્વરપ્રસાદ દવેને જામનગર સાતમાં એડીશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જયુડિશિયલ તરીકે મુકાયા છે.