Monday, December 23, 2024
Homeરાજ્યહાલારના પાંચ સહિત રાજ્યના 50 ચીફ ઓફિસરોની બદલી

હાલારના પાંચ સહિત રાજ્યના 50 ચીફ ઓફિસરોની બદલી

જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, જામરાવલના ચીફ ઓફિસરોની બદલી કરાઇ

- Advertisement -

હાલારના જામજોધપુર, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, ભાણવડ અને જામરાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત રાજ્યના 50 જેટલા ચીફ ઓફિસરોની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે કુલ 50 જેટલા નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા હતાં.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જેમાં હાલારના પાંચ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની પણ બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકામાં ફરજ બજાવતાં અશ્ર્વિન વ્યાસની લાલપુર જિલ્લાના ગોંડલ નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાના સતિષકુમાર પટેલની ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે, દ્વારકા નગરપાલિકાના ચેતન ડુડીયાની ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ નગરપાલિકામાં, દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના રાહુલ કરમુરની કચ્છ જિલ્લાના રાપર નગરપાલિકામાં તથા દ્વારકા જિલ્લાના જામરાવલ નગરપાલિકાના પાર્થવન ગોસ્વામીની ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકામાં નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે હાલારની નગરપાલિકાઓમાં બદલી પામેલ ચીફ ઓફિસરની જગ્યાએ અન્ય નગરપાલિકામાંથી નવા ચીફ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના જામજોધપુરમાં બોટાદથી રઘજીભાઇ પટેલ, દ્વારકા નગરપાલિકામાં અમરેલી જિલ્લાના બગસરાથી ઉદય નસિત, ભાણવડ નગરપાલિકામાં કચ્છના રાપરથી મયૂર જોશી તથા દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકામાં સાબરકાંઠાના વડાલીથી અમિત પંડયાની નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular