Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરશિક્ષણ વિભાગના વર્ગ 2ના જામનગરના 5 સહીત 168 અધિકારીઓની બદલી

શિક્ષણ વિભાગના વર્ગ 2ના જામનગરના 5 સહીત 168 અધિકારીઓની બદલી

- Advertisement -

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 ના જામનગરના 5 સહીત સહિત સમગ્ર રાજ્યના 168 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના કમિશનર શાળાઓની કચેરી વિભાગના નાયબ શિક્ષણ નિયામક દ્વારા ગઇકાલે મોડી સાંજે આ અંગેના હુકમો કરવામાં આવ્યા છે. આચાર્યો, શિક્ષણ નિરીક્ષક,વિષય નિષ્ણાંત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહીતનાઓની બદલી કરવામાં આવી છે. જેમાંથી જામનગરના પણ 5 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય મધુબેન કેશવલાલ ભટ્ટની જામનગર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી કરવામાં આવી છે. જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક બીના નીખીલકુમાર દવેની સજુબા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય તરીકે બદલી,  ચંદ્રેશકુમાર મણિશંકરભાઈ મહેતા જામનગર સાશનઅધિકારી કચેરીના શાસનાધિકારીની શિક્ષણ નિરીક્ષક જામનગર,  નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જીલ્લા પંચાયત કચેરીના પ્રફુલકુમાર નાનાલાલા પાલાની વિભાજી હાઈસ્કુલના આચાર્ય તરીકે,  સરકારી હાઈસ્કુલ નવાનગરના આચાર્ય ફાલ્ગુની પટેલની સાશનાધિકારી જામનગરમાં બદલી કરવામાં આવી છે.

બદલીના આ આદેશનો તાત્કાલિક અમલ કરવા નાયબ શિક્ષણ નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular