Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકરુણ દ્રશ્યો CCTVમાં કેદ, બેફામ જઈ રહેલ યુટિલિટીએ એક પરિવારને અડફેટે લેતા...

કરુણ દ્રશ્યો CCTVમાં કેદ, બેફામ જઈ રહેલ યુટિલિટીએ એક પરિવારને અડફેટે લેતા 14વર્ષની બાળકીનું મોત

- Advertisement -

રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આર.કે. યુનિવર્સીટીના ગેટ સામે વાહનની રાહ જોઈને બેઠેલા ગઢકાના પરિવાર ઉપર એક યુટીલીટી ફરી વળતા પરિવારની એક 14 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.  પરિવાર વાહનની રાહ જોઈને વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે યુટીલીટી ઝાડ સાથે અથડાતા બાળકી અડફેટે ચઢતા તેણીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સૌ કોઈનું હૃદય કંપી ઉઠે તેવા ઘટના સ્થળે દ્રશ્યો સર્જાયા હતા.

- Advertisement -

રાજકોટના ગઢકા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ બથવારના કાકાના દિકરા ભાઈના 16 માર્ચના રોજ લગ્ન હોય પત્ની રંજનબેન 3 વર્ષીય પુત્ર દેવાંશુ અને 14 વર્ષીય દીકરી કોમલ સાથે કપડાંની ખરીદી કરવા માટે રાજકોટ આવતા હતા. ત્યારે ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ તેઓ વાહનની રાહ જોઈને આર.કે. યુનિવર્સીટી સામે એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે MP-14GC-0965 નંબરની ભાવનગર તરફથી આવતી યુટિલિટીના ચાલકે અકસ્માત નીપજાવી પરિવારની બાળકીને અડફેટે લેતા આ ગંભીર અકસ્માતમાં કોમલનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુટીલીટીની તપાસ કરતા તેમાંથી દારૂની 1 બોટલ પણ મળી આવતા પોલીસે યુટીલીટી અને દારૂની બોટલ જપ્ત કરી બળવંતસિંહ રાજપૂત સામે ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular