દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર ગામમાં સેન્ટીંગનું કામ કરતા સમયે લોખંડની જાળી પડતા કપાળમાં ગંભીર ઈજા પહોંચતા પરપ્રાંતિય શ્રમિકનું સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકશી તાલુકામાં રહેતા શ્રવણભાઈ સમીરભાઈ શિંગાડ નામના 29 વર્ષના યુવાન ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે માધવ ટ્રેડિંગ નામની પેઢીમાં સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન લોખંડની જાળી પડતા તેમને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ સતાપર ગામના રાજુભાઈ ભીમશીભાઈ પોસ્તરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.


