Sunday, December 22, 2024
Homeરાજ્યકલ્યાણપુર નજીક પુરપાટ જતા ટ્રકની હડફેટે બાઇક ચાલક પ્રૌઢનું કરૂણ મૃત્યુ

કલ્યાણપુર નજીક પુરપાટ જતા ટ્રકની હડફેટે બાઇક ચાલક પ્રૌઢનું કરૂણ મૃત્યુ

હાબરડી નજીક બુધવારે સાંજે અકસ્માત: પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કલ્યાણપુર નજીકના હાબરડી માર્ગ પર મોટરસાયકલ ઉપર જઇ રહેલા 55 વર્ષિય એક આહિર પ્રૌઢના મોટરસાયકલને માતેલા સાંઢની જેમ જઈ રહેલા એક ટ્રકના ચાલકે અડફેટે લેતા આ પ્રૌઢનું ઘટના સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ ગંભીર બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા ડાડુભાઈ જીણાભાઈ બાબરીયા નામના 55 વર્ષીય આહીર પ્રૌઢ પોતાના મોટરસાયકલ નંબર જીજે-10-બીબી-6644 પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે હાબરડી ગામના પાટિયા પાસે આવેલી એક સ્કૂલ પાસેથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક ટ્રક નંબર જીજે-12-ડબલ્યુ-8671 ના ચાલકે ડાડુભાઈના મોટરસાયકલને ધડાકાભેર હડફેટે લીધું હતું. જેના કારણે તેઓ બાઇક સાથે ફેંકાઈ ગયા હતા.

આ જીવલેણ ટક્કરમાં બાઇક ચાલક ડાડુભાઈ બાબરીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમણે સ્થળ ઉપર જ અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર કાનાભાઈ ડાડુભાઈ બાબરીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકચાલક સામે આઈપીસી કલમ 279, 304(અ), 337, 338, તથા એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular