Sunday, December 22, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટ એરપોર્ટ પર માસિક 60 હજાર યાત્રિકોની અવરજવર : વેકેશનમાં 70 હજારને...

રાજકોટ એરપોર્ટ પર માસિક 60 હજાર યાત્રિકોની અવરજવર : વેકેશનમાં 70 હજારને પાર

પરિવહનમાં વધારો : રાજકોટ એરપોર્ટ પર એક વર્ષમાં 3.78 લાખ મુસાફરોની હવાઈ ઉડાન

- Advertisement -

હમણાં થોડા સમયથી પરિવહનમાં વધારો થતો જોવા મળે છે. રાજકોટ એરપોર્ટ પર છેલ્લાં એક વર્ષમાં 7.61 લાખ લોકોની અવર જવર થઈ છે. જેમાં અન્ય રાજ્યમાંથી આવતા 3.82 લાખ તો રાજકોટથી 3.78 લાખ મુસાફરોએ હવાઈ સફર કરી છે. દર મહિને 60 હજાર લોકોની અવર જવર થાય છે. જ્યારે વેકેશનમાં આ સંખ્યા વધીને 70 હજારને પાર કરે છે.

- Advertisement -

લોકોમાં વેકેશન સમયે ફરવા જવાનું વધી ગયું છે. લોકો આરામદાયક મુસાફરી પસંદ કરે છે. જેથી વેકેશન દરમિયાન સંખ્યામાં વધારો જોવા મળે છે. રાજકોટ એરપોર્ટ પર રોજની 10 ફલાઈટ ઉડાન ભરે છે. જેમાં મહિને 30 થી 35 હજાર લોકો સફર કરે છે. આમ જોઈએ તો ટીકીટોના ભાવમાં કોઇ ઘટાડો નોંધાયો નથી. પરંતુ ફલાઈટની ફીકવન્સી વધતા મુસાફરોની સંખ્યા વધી છે.

આ સીઝનમાં રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક મુંબઇની ત્રણ, દિલ્હીની બે તો બેંગ્લોર, હૈદરાબાદની સાથે ઈન્દોર અને ઉદયપુરની નવી એક-એક ફલાઈટ વધતા મુસાફરો તેનો લાભ લેશે જ્યારે ગોવાની મંગળવાર, ગુરૂવાર અને શનિવાર એમ ત્રણ દિવસ ઉડાન ભરશે. આમ લોકો પણ હવાઈ સુવિધાનો લાભ લેતા અવર જવર વધતી જણાઈ છે અને વેપારીઓ પણ આ ફીકવન્સી વધતા તેનો ઉપયોગ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular