Monday, December 23, 2024
Homeરાજ્યવિડીઓ : ખંભાળિયા નજીક હાઈવે પર ટ્રાફિક જામ: વાહનચાલકો ત્રસ્ત

વિડીઓ : ખંભાળિયા નજીક હાઈવે પર ટ્રાફિક જામ: વાહનચાલકો ત્રસ્ત

ટ્રક બંધ પડી જતાં પોલીસ દ્વારા ધક્કા મારીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

- Advertisement -

ખંભાળિયા નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અવાર- નવાર ટ્રાફિક જામ સર્જાતો હોવાના વ્યાપક બનાવો વચ્ચે ગઈકાલે આ માર્ગ પર એક ટ્રક બંધ પડી જતાં પોલીસ તથા આસપાસના લોકોએ આ તોતિંગ ટ્રકને ધક્કા મારી, માર્ગ પરનો ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ખંભાળિયા – જામનગર લાલપુર બાયપાસ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા બ્રિજ પાસે ગઈકાલે વીજ કંપની દ્વારા ઈલેક્ટ્રીક લાઇનની ફેરબદલી કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અહીં લાંબો સમય ટ્રાફિક જામ સર્જાતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -

આ વચ્ચે એક વિશાળ ટ્રક કોઈ કારણોસર માર્ગ વચ્ચે બંધ પડી જતા અને ક્રેઈન પણ આ સ્થળે પહોંચી શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આસપાસના રહીશોને બોલાવી અને આ તોતિંગ ટ્રકને ધક્કા મારી, રોડની એકબાજુ ખસેડવામાં આવ્યો હતો અને લાંબી જહેમત બાદ ટ્રાફિક નિયમન રાબેતા મુજબ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular