Monday, December 23, 2024
Homeરાજ્યજામજોધપુર માર્કેટીંગ યાર્ડમાંથી ટ્રેકટર ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાંથી ટ્રેકટર ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો

- Advertisement -

જામજોધપુરના માર્કેટીંગ યાર્ડમાંથી બુધવારે થયેલી એક ટ્રેકટર ચોરીનો ભેદ પોલીસે માત્ર પાંચ કલાકના સમયગાળામાં જ ઉકેલ નાખ્યો છે. સીસીટીવી કેમેરા તેમજ અન્ય બાતમીદારોની મદદના આધારે પોલીસે સતાપર ગામના એક પેટ્રોલ પંપ પાસેથી મુકબધીર એવા તસ્કરને ઝડપી લઇ ટ્રેકટર કબ્જે કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડમાં બુધવારેે સવારના સમયે વાલાસણ ગામના ખેડુત પોતાનું ટ્રેકટર લઇને આવ્યા હતાં અનેટ્રેકટર માર્કેટીંગ યાર્ડમાં રાખીને જ અનાજનો જથ્થો જોવા માટે ગયા તે દરમિયાન કોઇ તસ્કર તેમનું ટ્રેકટર ટ્રોલી સાથે ઉઠાવી ગયા હતાં. આ અંગેની જાણ કરાતા જામજોધપુર પીએસઆઈ વાઘેલા, એએસઆઇ વી.ડી.રાવલિયા તેમજ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજાની ટીમ તુરત જ હરકતમાં આવી સીસીટીવી કેમેરા તથા કેટલાંક અંગત બાતમીદારોની પૂછપરછ દરમિયાન માત્ર પાંચ કલાકના સમયગાળા દરમિયાન જ સતાપર ગામ પાસેથી ચોરાઉ ટ્રેકટર લઇને ભાગી છૂટેલા તસ્કરને પકડી પાડયો હતો અને ટ્રેકટર કબ્જે કરી લીધું હતું. ટ્રેકટરમાં ડીઝલ ખલાસ થયું હોવાથી સતાપર ગામે આવેલા શકિત કિસાન પેટ્રોલ પમ્પમાં ડીઝલ ભરાવવા માટે જતાં પોલીસના હાથે પકડાઇ ગયો હતો. પોલીસે પૂછપરછ દરમિયાન પોતે મુકબધિર હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું અને તેનું નામ લખમણ ઉર્ફે કાલો ગોવિંદભાઈ કાંબરિયા (ઉ.વ.43) અને જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહીને ખેતી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

  • મુકબધીર તસ્કર અગાઉ પણ બે ચોરીમાં પકડાઈ ચૂકયો છેે

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાંથી ટ્રેકટર ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયેલો મુકબધીર તસ્કર લખમણ ઉર્ફે કાલો ગોવિંદભાઈ કાંબરિયા કે જે અગાઉ પણ ચોરીમાં પકડાઈ ચૂકયો છે અને તેની સામે જામજોધપુર પોલીસમથકમાં ચોરીના બે ગુના દાખલ થઈ ચૂકયા છે. જામજોધપુર પોલીસ મથકમાં તેની સામે અગાઉ 2006 માં અને 2012 માં પણ ચોરી અંગેના બે ગુના દાખલ થઈ ચૂકયા છે અને એક દુકાનમાં ચોરી કરવા અંગે તેમજ એક વાહનની ચોરી કરવા અંગે તેની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે ગઈકાલે ત્રીજી વખત તેની ચોરીના ગુનામાં ધરપકડ થઈ છે.

- Advertisement -

તાત્કાલિક આ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોરને પકડી પાડતા જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા અને માર્કેટીંગ યાર્ડના ડીરેકટર તથા પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઈ પરમારે પીએસઆઈ વાઘેલા તથા સમગ્ર પોલીસ ટીમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular