Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગુજરાતની ટ્રેનોમાં પ્રવાસીઓને હવે મળશે ફાફડાં અને ઢોકળાં

ગુજરાતની ટ્રેનોમાં પ્રવાસીઓને હવે મળશે ફાફડાં અને ઢોકળાં

ડાયાબિટીક પ્રવાસીઓ માટે ખાસ ભોજનની વ્યવસ્થા : ભાવ પર રહેશે રેલવે બોર્ડનો અંકુશ

- Advertisement -

રેલવેના ઈતિહાસમાં પહેલીવાર મુસાફરોને સ્થાનિક વાનગી (પ્રાદેશિક ભોજન)નું મેનુ કાર્ડ આપવામાં આવશે. ડાયાબીટીસના દર્દીઓ, બાળકો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત મુસાફરોને હવે ઓન-બોર્ડ વિકલ્પોની શ્રેણી પ્રદાન કરવામાં આવશે. રેલવે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આઈઆરસીટીસીને સ્થાનિક અને પ્રાદેશિક ભોજન તેમજ ડાયાબીટીસના દર્દીઓ, બાળકો અને આરોગ્ય પ્રેમીઓ માટે યોગ્ય ખોરાકનો સમાવેશ કરવા માટે તેમના મેનુમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

- Advertisement -

બોર્ડે ભારતીય રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનને પોતાની ફુડ કેટરીંગ સેવાઓ સુધારવા અને મુસાફરોને વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાના હેતુથી તેનું મેનુ બદલવાની મંજુરી આપી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટ્રેનમાં કેટરીંગ સેવાઓમાં સુધાર કરવામાં આવી રહ્યો છે. આને આગળ વધારતા આઈઆરસીટીસીને મેનુને કસ્ટમાઈઝ કરવાની મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને પ્રાદેશિક ભોજન, મોસમી વાનગીઓ, તહેવારોના ભોજન અને મુસાફરોની વ્યક્તિગત પસંદગીઓના આધારે અન્ય વ્યંજનોનો સમાવેશ કરી શકાય. આ સાથે મુસાફરોને ડાયાબીટીક ફુડ, બેબી ફુડ, હેલ્થ ફુડના વિકલ્પો પણ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી રેલ્વે બોર્ડ ભોજનનું મેનું નકકી કરતું હતું. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર જેવા દક્ષિણ અને પશ્ચીમી રાજયોના મુસાફરો તરફથી એવી ફરિયાદો આવી હતી કે તેઓને પ્રાદેશિક ભોજન મળતો નથી. કારણ કે રેલવે પાસે માત્ર એક જ પ્રકારની ખાણાપીણી છે.

આ પહેલીવાર છે જયારે બોર્ડે આઈઆરસીટીસીને અધિકાર આપ્યો છે કે તેઓ મેનુમાં પોતાની રીતે ફેરફાર કરી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી માત્ર ખોરાકની ગુણવતા સુધારવામાં જ મદદ નહીં મળે પરંતુ ડિસ્ટીનેશન પ્રમાણે મેનુને કસ્ટમાઈઝ કરવાની પણ છૂટ મળશે. ઉદાહરણ તરીકે, ગુજરાત જતી ટ્રેનોમાં ફાફડા, ઢોકળા અને મહારાષ્ટ્ર જતી ટ્રેનોમાં વડાપાવ જેવી સ્થાનિક વાનગીઓ મળશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રીપેડ ટ્રેનોમાં કેટરીંગ ચાર્જ પેસેન્જર ભાડામાં સામેલ છે. તેમાં મેનુ આઈઆરસીટીસી દ્વારા પહેલેથી જ સૂચિત ટેરિફમાં નકકી કરવામાં આવશે. મેલ-એકસપ્રેસ ટ્રેનોમાં એમઆરપી પર અ-લા-કાર્ટે ફુડ અને બ્રાન્ડેડ ખાદ્યપદાર્થોના વેચાણની મંજુરી આપવામાં આવશે. આવા અ-લા-કાર્ટે ભોજન માટે મેનુ અને શુલ્ક આઈઆરસીટીસી દ્વારા નકકી કરવામાં આવશે. બોર્ડે તેના આદેશમાં આઈઆરસીટીસીને જણાવ્યું હતું કે મેનુ નકકી કરતી વખતે, તેણે ખાતરી કરવી પડશે કે ખોરાક અને સેવાની ગુણવતા અને ધોરણો સુધરે અને જથ્થામાં વારંવાર કાપ ન આવે તેમજ ગુણવતા જાળવી રાખવામાં આવે. સાથે જ મુસાફરોની ફરિયાદો ટાળવા માટે ગુણવતા જાળવી રાખે, હલકી ગુણવતાવાળી બ્રાન્ડ વગેરેનો ઉપયોગ કરે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મેનુ ટેરિફ સુસંગત હોવું જોઈએ અને મુસાફરોની માહિતી માટે મેનુ પૂર્વ-સૂચિત હોવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular