Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગર"હોમગાર્ડઝ ડે” નિમિત્તે મશાલરેલી યોજાઇ - VIDEO

“હોમગાર્ડઝ ડે” નિમિત્તે મશાલરેલી યોજાઇ – VIDEO

છઠ્ઠી ડિસેમ્બર “હોમગાર્ડઝ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં પણ હોમગાર્ડઝ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જિલ્લા હોમગાર્ડઝ દ્વારા હોમગાર્ડઝ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગઇકાલે સાંજે વિશાળ મશાલરેલી યોજાઇ હતી. જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતેથી મહાનુભાવો દ્વારા ફ્લેગઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે લાલ બંગલા સર્કલ, ભીડભજન મહાદેવ મંદિર, લાલ બંગલા સર્કલ પાસે આવેલ સિટી યુનિટ કચેરી ખાતે પૂર્ણ થઇ હતી.

- Advertisement -

આ રેલીમાં જામનગર શહેરના તમામ અધિકારીઓ અને ભાઇઓ-બહેનો જોડાયા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી, એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અનિકેત શુક્લા, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા, ડેપ્યુટી કલેક્ટર સિવિલ ડિફેન્સ વી. કે. ઉપાઘ્યાય અને નિવૃત્ત હોમગાર્ડઝ અધિકારીઓ દ્વારા મશાલરેલીને પ્રસ્થાન કરાવાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular