પહેલગામના ઘાતકી હુમલાનો જવાબ આપતાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા દર્શાવેલા શૌર્ય અને પરાક્રમ દરેક ભારતીયના હૃદયમાં ગર્વની લાગણી ઉમેરી છે.
ભારતીય સેનાની શૌર્યગાથા આજે સુવર્ણ અક્ષરે ઇતિહાસના પાના ઉપર લખાઇ છે. ત્યારે વડાપ્રધાને ભારતની દીકરીઓને નેતૃત્વ આપીને નારીશક્તિનો પરિચય કરાવ્યો છે. ત્યારે ભારતીય સેનાનો ઉત્સાહ વધારવા આવતીકાલે તા. 21-05-2025ના બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જેમ કે, શિશુ મંદિર સ્કૂલ, કૃષ્ણનગર 4 ખાતે સાંજે 5:00 થી 6:00 વાગ્યે, માધવરાય મંદિર, ખંભાળિયા ગેઇટ પાસે 5:00 થી 6:00 વાગ્યે અને ભોઇ સમાજની વાડી, જૂની શાક માર્કેટ પાસે રાત્રે 9.00 થી 10.00 વાગ્યે, પંચવટી કોલેજ, પંચવટી સોસાયટી ખાતે સાંજે 5:00 થી 6:00 વાગ્યે, અન્નપૂર્ણા મંદિર ખાતે સાંજે 5:00 થી 6:00 વાગ્યે, ગાત્રાળ મંદિર, મંગલદીપ સોસાયટી ખાતે સાંજે 5:00 થી 6:00 વાગ્યે, મહાદેવ મંદિર, મયૂર ટાઉનશીપ ખાતે સાંજે 5:00 થી 6:00 વાગ્યે કાર્યક્રમો રાખેલા છે. તો જામનગરની તમામ નારીશક્તિને ખાસ આ કાર્યક્રમમાં હાજર રહેવા આહ્વાન કરાયું છે.


