કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે ભારતનું પહેલું CNG ટ્રેક્ટર લૉન્ચ કરશે. આજે સાંજે પાંચ વાગ્યે કેન્દ્રીય પરિવહન મંત્રી દેશનું CNG ફિટેડ ટ્રેક્ટર લોન્ચ કરશે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, વીકે સિંહ અને પુરૂષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.
રાવમૈટ ટેક્નો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશિલ ઇન્ડિયા દ્વારા સંયુક્ત સાહસ તરીકે રૂપાંતરિત અને વિકસિત આ ટ્રેક્ટરને ખેડુતોનો ખર્ચ ઘટાડવા માટે અને ગ્રામીણ ભારતમાં રોજગાર વધારવામાં મદદ મળશે. ડીઝલથી ચાલનારા એન્જિનની તુલનામાં રેટ્રોફિટેડ ટ્રેક્ટર તેનાથી વધુ તાકાતવાળા હોય છે. જેમાં ડીઝલની તુલનામાં કુલ કાર્બન ઉત્સર્જનમાં 70 ટકા ઘટ આવે છે. આ ખેડૂતોને ઇંધણના ખર્ચ પર 50 ટકા સુધીની બચત કરાવવામાં મદદ કરશે.
CNG ફિટેડ ટ્રેક્ટરથી શુ ફાયદાઓ થશે ?
ખેડૂતોની આવકમાં વધારો થશે
સીએનજી અન્ય એન્જીનની સરખામણીમાં સસ્તું પડે છે. ડીઝલના ભાવ 78 રૂપિયા પ્રતિ લીટર છે. સીએનજી માત્ર 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.માટે ખેડૂતોને તે ફાયદો થશે.
પ્રદુષણ ઓછુ થશે
સીએનજી ટ્રેક્ટરથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. પ્રદૂષણ કંટ્રોલ કરવામાં સીએનજી ફાયદાકારક હોય છે. ડીઝલ એન્જિનની તુલનામાં સીએનજી એન્જિન 70 ટકા ઓછું ઉત્સર્જન કરે છે.
વધુ માઈલેજ અને વધુ એન્જીન લાઈફ મળશે
સીએનજી ટ્રેક્ટરોમાં માઇલેજ પણ વધુ હોય છે. એટલા માટે આના ઉપયોગથી ઇંધણ પર ખેડૂતોને થનારો ખર્ચ ઓછો થશે. નવી ટેક્નિકથી કન્વર્ટ કરવામાં આવ્યું હોવાથી એન્જિન લાંબા સમય સુધી કામ કરશે.
મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો
આનું મેન્ટેનન્સ ખર્ચ પણ ઇંધણ વાળા ટ્રેક્ટરની સરખામણીએ ઓછો આવશે. આનાથી પૈસાની બચત થશે.