Sunday, December 22, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છમોરબી ગોઝારી ઝુલતા પુલની ઘટનાની આજે પ્રથમ વરસી

મોરબી ગોઝારી ઝુલતા પુલની ઘટનાની આજે પ્રથમ વરસી

આજે ફરી એ દિવસની યાદે મોરબીને સ્તબ્ધ કર્યું

- Advertisement -

30 ઓકટોબર એટલે મોરબી માટે કાળો દિવસ. કાળજુ કંપાવનારી ગોઝારી દુર્ઘટનાનો દિવસ. એ ભયાનક સાંજેની દર્દનાક પીડાને શબ્દોમાં વર્ણવી શકાય તમે નથી. જેને આજે 1 વર્ષ પુરુ થયું. 26 ઓકટોબર 2022 એ મોરબીની આન-બાન અને શાન સમો ઝુલતો પુુલ ખુલ્લો મૂકાયો અને 30 ઓકટોબરે એ જ પુલ હતો નહતો થઈ ગયો હતો. જેની આજે પ્રથમ વરસી છે.

- Advertisement -

30 ઓકટોબરના દિવસે લોકો હસતા મોઢે મોરબીના ઝુલતા પુલ પર પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતાં ત્યારે તેમાંથી કેટલાંય લોકો કયારેય ઘરે પરત નહીં ફરે તેવી કોને ખબર હતી ? આ કાળમુખી દુર્ઘટનામાં કોઇએ પોતાના માતા-પિતા ગુમાવ્યા. કોઇએ પોતાના સંતાનો ગુમાવ્યા તો વળી કોઇએ પોતાની પત્ની અને પતિ ગુમાવ્યા હતાં. સરકારી આંકડા પર નજર કરીએ તો ઓછામાં ઓછા 141 લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતાં.

19મી સદીમાં બંધાયેલો આ પુલ ઘટનામાં ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવ વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો. ત્યારે વેકેશનના આ દિવસોમાં બહારગામ થી મોરબી આવેલા ઘણાં લોકો આ પુલ પર ફરવા આવ્યા હતાં. આ ઘટના બાદ જાણે સર્વત્ર લોકોની મરણચિસો સંભળાઇ રહી હતી. કોઇક પાણીમાં ડુબતા બચાઓ કોઇક તાર પકડીને લટકતા બચાઓ તો કોઇ સ્વજનો માટે બચાઓની ચીસો સંભળાઇ રહી હતી. આ તકે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ બચાવકાર્ય માટે ત્વરીત હાજર કરાઇ હતી અને સામાજિક સંગઠનો દ્વારા પણ બચાવ કાર્યોની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રેસ્કયુ ટીમ દ્વારા બચાવકાર્ય કરીને ઘણાં લોકોને બચાવી લેવાયા હતાં.

- Advertisement -

આ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે એક કેબલ પર અડધાથી વધુ તારો કટાઈ જવાથી અને જૂના સસ્પેન્ડર્સને નવા સાથે વેલ્ડીંગ કરવાથી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. ક્ષમતા કરતા વધુ લોકો આ પુલ પર એક સાથે હોવાથી આ ઘટના ઘટી હતી ત્યારે 18.87 માં તત્કાલિક રાજા દ્વારા મચ્છુ નદી પર આ ઝુલતો પુલ બનાવવામાં આવ્યો હતો અને અજંતા મેન્યુફેકચરીંગ લિમિટેડ ઓરેવા ગુ્રપ ને આ બ્રિજની જાળવણી અને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ઓરેવા ગુ્રપના જયસુખ પટેલ આ ઘટના માટે જવાબ હોશય આ કેસમાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરાઇ હતી. જેમાં ત્રણ સિકયોરીટી ગાર્ડ, બે ટિકિટ ચેકરનો સમાવેશ થાય છે.

આ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું પરંતુ જાણે હજુ પણ લોકોે એ આઘાતમાંથી બહાર નિકળ્યા નથી. મોરબીવાસીઓ જ્યારે પણ એ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે એ તુટેલા પુલના દ્રશ્યો અને લોકોની ચીસો જાણે ફરી એ દ્રશ્યોને જીવંત કરે છે. આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની શાંતિ માટે ઘટનાસ્થળ નજીક એક ભાગવત સપ્તાહ યોજાઈ છે. જેનો આજે સૌ સાથે મળીને મૃત્યુ પામનારા લોકોની આત્માને શાંતિ માટે સહુ સાથે મળી શ્રદ્ધાંજલિ આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular