Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆજે વિશ્વ ડાયાબિટીસ દિવસ

આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ

ભારતમાં કોરોનાના પાંચ ટકા દર્દીઓ ડાયાબિટીક બન્યા

- Advertisement -

એક જમાનામાં રાજરોગ ગણાતો ડાયાબીટીસ હવે ગરીબ અને મધ્યમ વર્ગમાં પણ સામાન્ય થઈ પડ્યો છે. આજે વિશ્ર્વ ડાયાબીટીસ દિવસ છે. મહિલાઓની તુલનામાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા પુરૂષોમાં વધુ છે. તેમાંય પાંચ ટકા કોરોનાના દર્દીઓ ડાયાબીટીસના દર્દી બન્યા છે. બીજી બાજુ ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે આ રોગ પ્રત્યેની જાગૃતિ પણ વધી રહી છે. હેલ્થ કેર કંપની પ્રેકટોના રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં દેશમાં ડાયાબીટીસ સંવધિત સલાહ લેનારાઓની સંખ્યા વધી છે. યુવા પેઢી પણ ડાયાબીટીસ અંગે સલાહ લઈ રહી છે. આ રિપોર્ટ ઓકટોબર 2020 થી સપ્ટેમ્બર 2021 અને ઓકટોબર 2021થી સપ્ટેમ્બર 2022 સુધીના સર્વેના આંકડા આધારિત છે. રિપોર્ટ મુજબ આ દરમિયાન સલાહ લેનારાઓમાં લગભગ 50 ટકા લોકો 25થી34 વર્ષની વયના વર્ગના યુવાનોની સંખ્યા એક વર્ષમાં 46 ટકા વધી છે. જયારે 35થી44 વર્ષના લોકોમાં સલાહ લેનારાઓની પ્રવૃતિ 33 ટકા જયારે 45-54 વર્ષના લોકોની સંખ્યામાં 8 ટકાનો વધારો થયો છે. તપાસ કરનારાઓમાં એક તૃતિયાંશ દર્દી: ટાટા-1 એમજી તરફથી આ વર્ષે માર્ચથી ઓકટોબર સુધી તપાસવામાં આવેલ છે, પ,36,164 સેમ્પલમાંથી 1,80,891 અર્થાત લગભગ એક તૃતીયાંશ ડાયાબીટીસની પુષ્ટિ થઈ હતી. રોગીઓનો ગુણોતર મહિલાઓની તુલનામાં પુરુષમાં વધુ મળી આવ્યો હતો. આ રિપોર્ટ એવા લોકોના ડેટા વિશ્ર્લેષણના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જે ડાયાબીટીસ માટે ખુદની તપાસ કરાવવા માંગતા હતા. દુનિયામાં 20 થી79 વર્ષના 53.7 કરોડ લોકો ડાયાબીટીસથી પીડિત છે. જેમાં 7.7 કરોડ લોકો ભારતમાં છે. વર્ષ 2030 સુધીમાં ભારતમાં 64.3 કરોડ ડાયાબીટીસના રોગીઓ થઈ જશે. ગત વર્ષે 67 લોકોના ડાયાબીટીસથી મોત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular